અમારા વિશે

૧૯૯૨ માં ૭૩ મો બંધારણીય સુધારાથી ભારતભરમાં દસ લાખથી વધુ ગ્રામ્ય મહિલાઓ રાજ્ય ક્ષેત્રે પ્રવેશી ચૂકી છે જે કુલ ચૂંટાયેલા લોકોમાંથી ૩૭ ટકાથી ઓછી માત્રા છે કચ્છમાં ૩૩ ટકા અનામત બેઠકોથી ૨૦૪ મહિલા સરપંચો તથા ૧૮૪૨ જેટલા મહિલા સભ્યો ગ્રામ પંચાયતમાં ચૂંટાઈ આવેલ છે ગ્રામસ્તરે ચૂંટાઈ આવનાર બહેનોનું ક્ષમતા વર્ધન તથા તેમની ભૂમિકાને સક્રિય રીતે નિભાવે તે દિશામાં સેતુ અને સુશાસીની કાર્યરત છે.

પંચાયતી રાજમાં બંધારણ પ્રમાણે ગ્રામ પંચાયતમાં ૩૩% બહેનો સભ્ય હોવા જોઈએ તે પ્રમાણે ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છમાં પંચાયતની ચૂટણીમાં બહેનો ચુંટણી દ્વારા ચુંટાઈને પંચાયત બોડી ના સભ્ય,સરપંચ કે ઉપર સરપંચના સૈદ્ધાંતિક રીતે જવાબદારી મળેલ છે .પરંતુ હક્ક,અધિકાર,ફરજ માટે પોતાની પંચાયતની કોઈ પણ પ્રક્રિયામાં ભાગીદાર બનાવવામાં નથી આવતી અને તેના બદલે વહીવટ પણ બીજા લોકો કે તેના પતિ દ્વારા જ થતો હોય છે.
આથી અભિયાન દ્વારા છેલ્લા ૪  વર્ષથી પંચાયતના ચૂંટાયેલા મહિલાઓ પોતે ગ્રામ પંચાયતમાં સક્રિય રીતે ભાગીદારી કરે અને તેની ઓળખ ઉભી થાય તે માટે ચૂંટાયેલા પંચાયતી બહેનોને તાલીમ,પ્રેરણા પ્રવાસ અને પંચાયતી બહેનોના સંગઠનના માધ્યમ થી તેમની પોતાના ગ્રામ પંચાયત ,તાલુકા,જીલ્લા સ્તરે ઓળખ ઉભી થાય અને બહેનો દ્વારા પોતાની પંચાયત અને ક્લસ્ટરના પ્રશ્નોનું નિરાકરણ કરતા થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે  તે સંદર્ભે પંચાયતી મહિલામંચની રચના કરી તેના દ્વારા ગ્રામ પંચાયત ને વિકાસ ના મુદે ટેકો પૂરો પાડી  રહ્યું છે.

હેતુ :

 • ગ્રામ્ય મહિલાઓ માટે પંચાયતીરાજ સંસ્થાઓ  દ્વારા વિકાસના કામોમાં પારદક્ષિકતા માટેના પડકારો ઝીલવા માટેનું વાતાવરણ તૈયાર કરવું
 • પંચાયતમાં ચૂંટાયેલી બહેનો પોતાની સત્તા પ્રત્યે સભાન બને
 • ચૂંટાયેલા ગ્રામીણ બહેનો ગામના વિકાસના કામોમાં પારદર્સકતા લાવવાનો પડકાર ઉપાડે
 • પોતાના  હક્ક અને ફરજો જાણે
 • ગ્રામસભામાં મહિલા ભાગીદારી વધે
 • સરકારી યોજનાઓથી વાકેફ થાય

પ્રવૃતિઓ :

 • તાલુકા તથા જિલ્લા સ્તરે પંચાયતી બહેનોના મંચની રચના
 • ત્રિમાસિક મિટિંગ કમ સમ્મેલન
 • પંચાયતીરાજ માહિતી કેન્દ્ર
 • લૅક્ચર સીરિઝ
 • પંચાયતી બહેનોની તાલીમ
 • સાહિત્ય
 • પ્રેરણાં પ્રવાસ
 • હિમાયત

પ્રોફાઇલ

 • કચ્છમાં ૫૮૯ બહેનો પંચાયતી મહિલામંચમાં જોડાયેલી છે. નખત્રાણા, અંજાર,ભચાઉ, માંડવી, મુન્દ્રા, રાપર, ભુજ, લખપત, અબડાસા એમ કુલ નવ તાલુકામાં મહિલામંચ કાર્યરત છે.
  શરૂઆતમાં ચૂંટાયેલા બહેનોને એક મંચ પર લાવ્યા બાદ તેમને તેમના હક્ક,ફરજો અને જવાબદારીઓ વિષે સભાન કરવામાં આવ્યા તેમજ પંચાયતમાં ચૂંટાઈને આવવાથી તે બહેનોના શું અનુભવો રહ્યા છે તેમની અપેક્ષાઓ શું છે,પંચાયતમાં તેમને શું પ્રશ્નો નડે છે વગેરે મુદ્દાઓનું મંચના બહેનો સાથે વારંવાર ચર્ચાઓ તેમજ તેમને મુન્જાવતા સવાલોના સમાધાનો કે ઉકેલ મેળવતા થયા,બહેનો પોતે સંસ્થાના સપોર્ટથી સમજ મેળવી પોતાની પંચાયતોમાં જતા થયા અને કામગીરી કરતા થયા આ કામો કરતા કરતા ફળિયાના,ગામના બહેનોના તેમજ વંચિત સમુદાયને સપોર્ટ કરતા થયા.ગામના વિકાસના કામોની સાથે સાથે પંચાયતમાં પોતાની ભૂમિકા વિષે સમજી તે માટે પણ સંગઠિત થઇ પોતાની સતાનો ઉપયોગ કરતા થયા.
  આજે મંચમાં જોડાયેલા બહેનો પોતાના ગામોમાં ફેલાયેલી બદીઓને પણ  અટકાવે છે.દા.ત.ગામમાં ચાલતા દારૂના પીઠા,દુકાનોમાં મળતા ગુટખા વગેરે પણ પંચાયત દ્વારા નિયમો બનાવી સદંતર બંધ કરાવેલ છે.
  આ ઉપરાંત દરેક તાલુકાના મંચે સાથે મળી હમણાજ એપ્રિલ-૨૦૧૧ન રોજ એક જીલ્લા મંચની રચના કરી છે જે મંચ જીલ્લા લેવલના મુન્જાવતા પ્રશ્નો ના નિરાકરણ માટે કાર્યરત થશે.
આ વેબસાઈટ બનાવવાનું કામ હજુ ચાલુ છે.
આપના મંતવ્યો આવકાર્ય છે.
Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. Ronny Ahir
  ફેબ્રુવારી 23, 2011 @ 00:31:01

  jai sri krishna,

  i have seen all the society work and system of work which are amazing. it will helpful for the nation growth. website also excellent.

  જવાબ આપો

 2. Charkha-Gujarat
  માર્ચ 08, 2011 @ 13:04:42

  Saro Prayas…!!!! Abhinandan.

  Sanjay

  જવાબ આપો

 3. dipti
  એપ્રિલ 15, 2011 @ 11:52:54

  updates in livelihood sector with success story

  જવાબ આપો

 4. shambhvi
  એપ્રિલ 22, 2011 @ 10:24:50

  a great attempt towards empowering women

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Blog Stats

 • 2,790 hits
%d bloggers like this: