۩ ગામના કામ કરવા માટે પંચાયત સભ્ય હોવું જરૂરી છે ?

  • ગામના કામ કરવા માટે પંચાયત સભ્ય હોવું જરૂરી છે ?

          છેલ્લા સાત વર્ષથી ગામ અને સમાજ માટે કશુંક કરવાની ભાવના સાથે સક્રિય રહેતા જીવીબેન રાપર તાલુકાનાં નાના એવ ગામ કૂડા જામપરના વતની છે. ૩૦૫ની વસ્તી ધરાવતા આ ગામમાં પાણી, આરોગ્ય, સજીવખેતી જેવા અનેક વિકાસના કર્યો થયા છે. અને અન્ય ગામોને પણ આ ગામ દાખલારૂપ બન્યું છે. આ સફળતામાં જીવીબહેનનો પણ સક્રિય ફાળો રહ્યો છે. એક સમયે પંચાયતમાં સભ્ય તરીકે રહી ચૂકેલા તે અનિભાવની વાત કરતાં કહે છે કે તેમણે જ્યારે પંચાયતના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવવા ગમે કહ્યું ત્યારે તરત તેમણે કહ્યું “ બહેનો કઈં ચુંટણીમાં ઊભી રહે?” માંડ માંડ ઉમેદવારી નોંધાવી અને જીતી પણ ગયા. પરંતુ કહેવાય છે ને ‘મન હોય તો માળવે જવાય’ નહીં જીવીબહેનને પંચાયતમાં રસ અને નહીં પંચાયતને જીવીબહેનને સકટિયા કરવામાં રસ. એટલે એમનું તો પાંચ વરસ ગાડું ચાલ્યું. તે નિખાલસતાથી કબૂલે છે કે ‘ અમારી તો જરૂરિયાત જ ન હોય પંચાયતમાં , કોઈ વખત કોઈ  સહિની જરૂર પડી હશે તો તેમના પતિએ જ સહી કરી હશે પણ મે તો કઈં કર્યું જ નથી.’

પરંતુ આજે જો તેમને મળીએ તો આપણને વિચાર સુદ્ધા પણ ન આવે કે તે આજ બહેન છે. આગળ કહ્યું તેમ કોઈ એક સ્વૈચ્છિક ના કાર્યક્રમમાં મહિલા દિવસની ઉજવણી હોતા તેમનં ભાભી સરપંચ હતા અને તેમને આમંત્રણ હોતા તેમને સાથ આપવા જ જીવીબેન કાર્યક્રમમાં ગયેલા એ કાર્યક્રમમાં ગામડાની જ બહેનો હસ્તકળા , આરોગ્ય અને પંચાયત જેવા ક્ષેત્રમાં અલગ – અલગ પ્રવૃતિઓ પોતાના ગામમાં કરવાની રજૂઆતો સાંભળીને તેમણે ગામમાં આરોગ્ય માટે કશુંક કરવાની ધૂન લઈને ગયા.

તેઓ કહે છે કે જ્યારે હું સભ્ય હતી ત્યારે મને ન તો ઘરથી દબાણ હતું અને ન તો એવું ગામ હતું કે તેમની વાત ના સ્વીકારે. પરંતુ મને શું કરવાનું એ જ માહિતી ના હોય તો હું શું કરું?.આવી પરિસ્થિતી તેમની હતી. પરંતુ ભૂકંપ પછી અલગ – અલગ સ્વૈચ્છીક સંસ્થાઓ ગામડાઓમાં આવી અને ઘણે અંશે જાગૃતિનું પ્રમાણ વધ્યું અને જીવીબેન જેવા અનેક બહેનો માહિતીના ખજાના સાથે આગળ વધી ગામ , વિસ્તાર અને સમાજ માટે યોગદાન આપવામાં સક્રિય ફાળો નોંધાવી રહ્યા છે. જીવીબહેને ગામમાં બચત મંડળથી માંડી ગામના પાણીના પ્રશ્નોનાં ઉકેલ , આરોગ્ય , શિક્ષણ , સજીવખેતી વગેરે જેવા વિકાસના કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવી છે.

પહેલા તો નર્સ બહેન ઘરે આવતા તોય કોઈ પણ પ્રકારની પ્રવૃતિમાં રસ ના દાખવનાર હવે સમયસર બાળક અને માતા , તથા ગર્ભવતી મહિલાઓને રસી મુકાવતાં નર્સ બહેનની સાથે જાય છે. ગામમાં આરોગ્ય સમિતિના સભ્યમાં રહી સંસ્થાના નાણાકીય ટેકાથી ‘આરોગ્ય કેન્દ્ર’ નું છેલ્લા ત્રણ વર્ષથી સંચાલન કરે છે. તેઓ જણાવે છે કે ખાવામાં અનિયમિતતા અને ખોરાકમાં પ્રોટીન વગેરેના અભાવના લીધે બહેનોને અશક્તિ આવી જાય છે તથા હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થી જાય છે. આવા તારણો બાદ તેઓ તેના ઉકેલ માટે સંકલન કરી દવા સમયસર મળે તેવા પ્રયાસો કરે છે. સરકારી નર્સ અમુક સમય માટે જ્યારે નિયમિત ગામમાં નહોતા આવતા ત્યારે તાલુકા  અને જિલ્લા સ્તરે અરજી મોકલી નિયમિત નર્સ બહેન આવે તેવા પ્રયાશો પણ કર્યા છે.

ગ્રામ પંચાયતના સભ્ય તરીકે નિષ્ક્રિય રહ્યાની નિખાલસ કબૂલાત કરતાં જીવીબહેન પાછળથી ગ્રામ ઉત્થાન અને મહિલા ઉત્કર્ષની અનેક પ્રવૃતિઓમાં સક્રિય બની પંચાયતના સભ્ય એવ પતિને પણ મદદરૂપ બની રહ્યા છે.

     તેમની સક્રિય કામગીરી અને ઉત્સાહને લીધે તેઓ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી સ્પેન , ઈટાલી અને તુર્કી જેવા દેશોના પ્રવાસ પણ કરી આવ્યા છે. અને પોતાન અનુભવોથી ત્યાની મહિલાઓને પણ પ્રોત્સાહન આપ્યું છે. ખૂબ જ સરળતાથી સમજાવવાનિ તેમની કલાને પરિણામે ગામના લોકો , સરકારી અધિકારીઓએ અને સ્વૈચ્છિક સંસ્થાઓ ના કાર્યકરો સાથે કોને કઈ રીતે સમજાવવું તેની તેમણે પૂરેપુરી કુનેહ છે. તે જ કારણોસર ગામમાં તેમને આગેવાન તરીકે જોઈ તેમની પાસેથી સલાહ સૂચન પણ લેવામાં આવે છે. એક વખત જ્યારે હોદ્દા પર હોવા છતાં કશું ના કરી શકનાર આજે વગર હોદ્દે ગામને ઘણું આપી રહ્યા છે. તે કહે છે કે પહેલા તો શાળાએ બાળકને મૂકવા જતાં હોઈએ અને રસ્તામાં કોઈ મળી જાય તો તેને કહીએ કે તે મૂકી આવે ઘરવાળાની પૂછા કરવા કોઈ બહરનું માણસ આવે તો મૂંઝાઇને જવાબ આપીએ. જ્યારે આજે તો જાહેર કાર્યક્રમોમાં પોતાના વિચાર મૂકી શકીએ છીએ. આજે તેમના પતિ પંચાયતના સભ્ય તરીકે ભૂમિકા ભજવે છે ત્યારે ઘણી વખત જો તેઓ ના હોય તો તેમની અવેજીમાં મિટિંગમાં પણ જીવીબેન જય આવી માહિતી લઈ આવે છે. આવા પરીવર્તન માટે વ્યક્તિનો ઉત્સાહ , કશુંક નવું શિખવણી વૃતિ અને કોઈ દિશા આપનાર એમ ત્રણેયનો સંગમ થવો જરૂરી છે.આજે એવિ અનેક જીવીબહેન હશે કે જેમને ન તો ગામ કે ન તો સમાજ બહાર આવવા રોકતો હશે પરંતુ તેના માહિતના અભાવ માત્ર નમે લીધે તેમને આપવામાં ભૂમિકાને ન્યાય નથી આપી શકતા હોતા. આવું માત્ર મહિલા સરપંચો કે સભ્યોને જ સાથે થાય છે તેવું નથી. દરેક વ્યક્તિ માટે માહિતી મહત્વનુ પીઠબળ હોય છે. જીવીબહેન અન્યો પાસેથી શિખીને સમાજને અનેકગણું પ્રદાન કર્યું છે. આ મનોવૃતિ દરેકમાં જો આવશે તો અન્યોના અવગુનો ના દેખાતા ગુણોને જોવાની વૃતિ આપોઆપ આવી જશે.

Advertisements

1 ટીકા (+add yours?)

  1. khimji kanthecha
    મે 08, 2011 @ 13:42:07

    વાંચવાની મજા આવી અને જાણવા મળ્યું

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Blog Stats

  • 2,790 hits
%d bloggers like this: