۩ મહિલાઓને રોજગારી અપાવતા હસીનાબહેન

  •   મહિલાઓને રોજગારી અપાવતા હસીનાબહેન

હસીનાબેન  એટલે બુઢારમોરા ગ્રામપંચાયત ના મહિલા સભ્ય.ગામના બહેનો તેમને ગામના નેતા માને છે. હસીનાબેન ગામના બહેનોની મુશ્કેલીમાં સાથે રહી તેમને સહકાર આપે છે.તેમણે ગામના સ્થાનિક લોકોને રોજગારી અપાવવા માં પણ મદદ કરી છે હસીના બેન પોતે અંજાર પંચાયતી મહિલા મંચ માં જોડાયેલા છે તેમજ પોતે મહિલા મંચ ના પ્રમુખ પદેપણ છે.

મહિલા મંચમાં જોડાયા બાદ બુઢારમોરા ગામના હસીનાબેન ગામના  વિકાસ ના કામો કરવામાં રસ દાખવતા હતા.તે પોતે બહેનોની મુશ્કેલીમાં મદદરૂપ થતા હતા. આજના મોંઘવારીના જમાનામાં પણ રોજગારી ન મળવાના કારણે બહેનો બહુ ચિંતિત હતી ઉપરાંત  કોઈ આવડત પણ ના હોવાના કારણે પૂરક આવક  મેળવી શકતા નહોતા.

ગામના બહેનોએ મીટીંગ દરમિયાન હસીનાબહેન સમક્ષ પોતાની વાત રજુ કરી કે રોજગારી મેળવવા માટે શું કરી શકાય? આ વાત ઉપર ઘણી ચર્ચાઓ તેમજ મનો મંથન કરવામાં આવ્યું અને કામ સંદર્ભે બહેનોનો રસ પણ જાણ્યો . ત્યારે મોટા ભાગના બહેનોએ કહ્યું કે,  ‘આપણાં ગામમાં અને આજુ બાજુના ગામોમાં ખેડૂતોને પોતાના ખેતી કામ માટે સતત પ્લાસ્ટિકના તરફાર (ચારિયા) ની ઘણી જ જરૂર  રહે છે. આ  માટે સીવણકામ ખૂબ જરૂરી છે. જો અમે સિલાઈ કામ શીખીએ  તો અમને  સારી રોજગારી મળી રહેશે.’

આ ચર્ચા થયા બાદ હસીનાબહેને બાજુના દુધઈ ગામમાં ચાલતી ‘ જન શિક્ષણ સંસ્થાન’ સાથે સંકલન કરી સીવણ ક્લાસ માટે  બુઢારમોરા ગામના ૨૪ બહેનોની યાદી તૈયાર કરી આપવામાં આવી.ગામના સાર્વજનિક હોલ માં તાલીમની શરુઆત કરવામાં આવી.દરેક  બહેનોએ ત્રણ માસમાં સારી રીતે તાલીમ પૂર્ણ કરી. તાલીમ બાદ આજે પણ બહેનો  કપડાં અને ખેડૂતો માટેના તરફાર (ચારિયા) બનાવીને રોજગારી મેળવે છે. તેમજ આ બહેનો  આજે ગામના વિકાસના કામોમાં રસ લેતા થયા છે.

આ રીતે હસીનાબહેને વિચાર્યું કે આજનો યુગ એ ઝડપી અને ટેક્નોલૉજીનો યુગ છે. આ યુગ સાથે તાલ મિલાવવા ગામના બાળકોમાં કોમ્પ્યુટર શિક્ષણ બાબતે ચિંતિત હતા કે કમ્પ્યુટર ખરીદવા ક્યાંથી અને કમ્પ્યુટર કોણ શીખવશે તેમને થયું કે પોતેજ જો આ બાબતે નહીં વિચારે અને સરકારના ભરોસે બેસી રહેશે તો હજુ એક પેઢી નીકળી જશે. આવી પરિસ્થિતી બાદ હસીનાબહેને  ૨૬ જાન્યુઆરી ના રાષ્ટ્રીય તહેવારના દિવસે ગામલોકો સમક્ષ આ વાત મૂકી અને અને ચર્ચા વિચારણા કરવામાં આવી. આ ચર્ચાને અંતે કમ્પ્યુટર માટે ગામમાંથી જ લોકફાળો લેવાનું નક્કી થયું. લોકફાળો એકત્ર કરી ત્રણ કમ્પ્યુટર ખરીદવામાં આવ્યા અને લોકફાળા થી જ બધું સંચાલન કરવામાં આવ્યું.

આમ ગામની મહિલાઓ ને તાલીમ આપી રોજગારી  મેળવતી કરી. તેમજ  લોકફાળાથી કમ્પ્યુટર ખરીદી કરાવી  ગામના બાળકોનો   શિક્ષણપ્રત્યે રસ જગાડવાની કોશિશ માં હસીનાબહેન સફળ રહ્યા.

આ છે મહિલામંચ ના સભ્ય હસીનાબહેનની ગામનો  મહિલાઓ અને બાળકો તરફનો લગાવ.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Blog Stats

  • 2,790 hits
%d bloggers like this: