۩ મુસ્લીમ મંદિર ના જોઈ શકે એવો કોઈ નિયમ છે ?

  • મુસ્લીમ મંદિર ના જોઈ શકે એવો કોઈ નિયમ છે ?

આઝાદી પછી ભારતે ટૂંકા ગળામાં જે પ્રગતિ સાથી છે તેને દુનિયા આશ્ચર્યથી જોઇ રહી છે. આ પ્રગતિ મોટા ભાગે ભૌતિક છે. દેશના આમૂલ પરીવર્તન માટે જે શૈક્ષણિક સ્તર ઉભું થવું જોઈએ તે હજી થયું નથી. અન્ય ક્ષેત્રોની સરખામણીએ ભારતનું શૈક્ષણિક ક્ષેત્ર પછાત કહી શકાય. આનું કારણ મહિલાઓમાં શિક્ષણનું ઓછું પ્રમાણ હોઇ શકે. કેમ કે આ દેશમાં હજી છોકરી ભણે એને અસામાન્ય ગણાય છે. તેમ છતાં સાવ અંધારું નથી. સાવ અંધાધૂંધી પણ નથી. પ્રગતિ ધીમી છે છતાં મક્કમ છે.

વિદેશોમાં, ખાસ કરીને પચ્છિમના સમાજવાદીઓમાં ભારત વિષે એક એવિ છાપ છે કે, ભારત હિન્દુ – મુસ્લીમની સાંપ્રદાયિક તાણ સામે ઝૂઝતો દેશ છે. એનું કારણ એ છે કે પ્રસાર માધ્યમોએ નકારાત્મક પાંસાઓ જ રજૂ કર્યા છે. પ્રસાર માધ્યમોએ એ વાતને ક્યારેય ભારપૂર્વક રજૂ કરી જ નથી કે મૂલત: ભારતીય મુસ્લીમો શાંતિપ્રિય અને સદભાવનાથી જીવનારા છે. ભારતના બે મોટા સમૂહો હિન્દુ અને મુસ્લીમોના ઐક્યની એકરૂપતાની વાતોની નોંધ નથી લેવાઈ. કારણ કે એ વાતો સમાજના તળિયે છે. અંતરિયાળ ગામડાઓમાં છે. ભારત આજે પણ ગામડાઓમાં જીવે છે. અને ગામડાં સૂધી ટીવી ચેનલના કેમેરા પહોંચતા નથી. નહીતર આ કિસ્સો, એક સામાન્ય ગામડાની મુસ્લીમ સ્ત્રીની વાત જરૂર રાષ્ટ્રીય સ્તરે પહોચી હોત.

વાત કઈંક આમ છે. કચ્છના ખૂણામાં આવેલા એક નાનકડા ગામની મુસ્લીમ સ્ત્રી ‘ગણતર’ સંસ્થાના પ્રોજેકટ અંતર્ગત થોડીક છોકરીઓને લઈ ગાંધીનગર ગઈ. આમ તે એક શૈક્ષણિક પ્રવાસ હતો. ગાંધીનગરમાં અન્ય સ્થળોની સાથે અક્ષરધામ બતાવવાનું આયોજનમાં હતું. છોકરીઓ મોટા ભાગની હિન્દુ હતી. અન્ય બહેનો પણ હિન્દુ હતી. એ બહેનનો પહેરવેશ ગામઠી મુસ્લીમ સ્ત્રી પહેરે એવો. અક્ષરધામ પર થયેલા આંતકવાદી હુમલા પછી ત્યાંની સુરક્ષા કડક બની ગયેલ છે. સિક્યુરિટી વ્યવસ્થા સંભાળતી લેડી ગાર્ડે એ બહેનને અટકાવી. ગાર્ડે કહ્યું : તમે અંદર નહીં જઈ શકો ! એ બહેને પૂછ્યું : શા માટે હું અંદર નહીં જઇ શકું ? ગાર્ડે કહ્યું: તમે તો મુસ્લીમ છો, તમે શા માટે, શું જોવા જાવ છો. ?

એ મુસ્લીમ બહેને જવાબ આપ્યો એનાથી એ ગાર્ડ મૂંઝાઇ ગઈ. હસીનાબહેને કહ્યું : મુસ્લીમોને આ મંદિરમાં પ્રવેશવાની મનાઈ છે? એવો કાયદો છે?.

મૂંઝાઇ ગયેલી ગાર્ડ હસીનાબહેનને એની ઉપરી પાસે લઈ ગઈ. હસીનાબહેને ઉપરીનેય સુનાવી દીધું: હું મુસ્લીમ છું આંતકવાદી નથી. અને આ મંદિર ઈશ્વરનું ઘર છે. ભલે એ હિંદુઓનું છે. હું ઈશ્વર – અલ્લાહમાં ફરક નથી સમજતી. મને તમે કયા નિયમ સર અટકાવો છો ?

અને એ મુસ્લીમ બહેને પૂરા આદરથી અક્ષરધામ જોયું.

આ બહેન એટલે અંજાર તાલૂકાના બુઢારમોરા ગામમાં રહેતા હસીનાબેન રાયમા. હૈયા ઉલકત અને સરળતા શું ચીજ છે તે જાણવું હોયતો હસીનાબેનને મળવું પડે.

   આઝાદીના સાઠ વર્ષમાંશિક્ષણનો લાભ  હિન્દુ અને અન્ય સંપ્રદાયની સ્ત્રીઓએ  લીધો છે તેના પ્રમાણમાં મુસ્લિમ સ્ત્રીઓ ભણી શકી નથી. આજે પણ મુસ્લિમ સ્ત્રીઓમાં સાક્ષરતાનો દર ધણોનીચો છે. છતાં જે અભણ હોય, તે સમજદાર ન  હોય એવું નથી જ ? હશીના બહેન સમજપૂર્વક જીવનારા એક પરગજુ બહેન છે. એમની સમજદારીને પુરાવો આ ધટના છે. હસીનાબેન મૂળ બાવળા (અમદાવાદ ) ના છે .  આજથી પંદર વરસ પહેલા પરણીને બુઢારમોરા આવ્યા ત્યારે સૌપ્રથમ એમની મુશ્કેલી હતી ભાષાની. કેમ કે, માવતરની ભાષા ગુજરાતી અને સસરા પરિવારની ભાષા કચ્છી. એમણે સાસરે આવીને સૌપહેલાં કામ કર્યું કચ્છી ભાષા શીખવાનું. ભાષાની મુશ્કેલી કઈ રીતે નડતી એવો પ્રશ્ન કર્યો ત્યારે એમણે અત્યંત માર્મિક જવાબ આપ્યો હતો.

          “ભાઈ, બોલીતો માણસ માણસ વચ્ચે સંબધ બાંધવાનો પુલ છે. મેં વિચાર્યું કે જો હું સાસરામાં આવીને બધા બોલે છે ઈ બોલી નઈ બોલુતો હું એમના જેવી નઈ થઈ શકું. એ લોકો મને પોતાની નઈ ગણે. મારે એમની લાગણી જીતવા ઈ બોલી બોલે તે બોલવી પડશે”

નૈતિક હિમત અને કોઠાસુજ તેમને વારસામાં મળી છે. ગમેતેવી અજાણી જગ્યાએ જવુહોય એ મુજય નહિ, અને એટલે જયારે એ પરણીને વાવ્યા ત્યારે બુઢારમોરા થી અંજાર કોઈ સ્ત્રીને કશું કામ હોય, ખરીદી કરવી હોય, દાક્તરને મળવું હોય, હશીનાબેન સ્ત્રીઓ સાથે જાય.

વેપારી સાથે ભાવ તાલ કેમ કરવો એમાં એની માસ્ટરી ! આના કારણે બુઢારમોરા  ગામના સ્ત્રી વર્ગમાં હશીનાબેનનું નામ Trouble Shooter તરીકે જાણીતું બન્યું. આ વાતો ભલે નાની લાગે પણ આગેવાની લેનાર વ્યક્તિના મુળિયા દરેક વર્ગના, દરેક માણસના ઘર સુધી હોવા જોઈએ.

હશીનાબેનનો નાતો આખા ગામ સાથે છે. એટલે સ્ત્રીઓ એમનો પડ્યો બોલ જીલી લેવા તેયાર હોય છે. અને જયારે જયારે એ ગામના સામુહિક કાર્ય માટે ટહેલ નાખે છે ત્યારે બધાય એમના પડખે ઉભારહી જાય છે.

હસીનાબેનની મુલાકાતમાં એક અન્ય રસપ્રદ બાબત જાણવા મળી . સામાન્ય રીતે સમાજમાં એક એવી છાપ છે કે મુસ્લિમ મૌલાનાઓ સુધારાવાદી નથી . સ્ત્રીઓની બાબતે એમના વિચારો  સંકુચિત હોય છે પણ હસીનાબેનના ગામમાં કંઈક જુદું બની રહ્યું છે
હસીનાબેનને અવાર-નવાર નાના-મોટા કામે બહાર જવાનું થાય . એમના ઘરમાં તેઓ એક જ સ્ત્રી છે એટલે એ બહાર જાય ત્યારે પાછળ પતિ અને છોકરાની રસોઈનો પ્રશ્ન ઉભો થાય બુધારમોરામાં રહી મુસ્લિમ છોકરાઓને ધાર્મિક શિક્ષણ આપતા મૌલાના હસીનાબેનની પ્રવૃત્તિઓ જાણે . હસીનાબેન જે કરે છે તેમાં રસ પડતો એટલે એ મૌલાનાએ સામેથી હસીનાબેનની મુસ્કેલી દૂર કરી દીધી . હવે હસીનાબેન પોતાના કામે  બહાર જાય ત્યારે પાછળ એમના પતિ – છોકરાને રાંધીને ખવડાવવાનું કામ પેલા નેક દિલ મૌલાના  કરે છે. સત્યો અનેક છે. પણ મૂળ સુધી કોઈ જતું નથી.

હશીનાબેન આમતો ગ્રામ પંચાયતના સભ્ય છે પણ, સ્ત્રીઓ એમણે ગામની નેતા મને છે. એમણે બુઢારમોરા ની બાજુમાં આવેલી ફેકટરીમાં સ્થાનિક લોકોને રોજગારી ન મળતી હોવાની બાબતે તાલુકા મામલતદારને ફરિયાદ કરી ગામનો પ્રશ્ન  જાહેરમાં મુક્યો છે. ઉપરાંત ગામની સ્ત્રીઓ રોજગારી બાબતે સ્વાવલંબી બને તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી સીવણ વર્ગ શરૂ કરાવ્યો જેના પરિણામ સ્વરૂપે ગામની પચાષેક છોકરીઓ સીવણ  કામ શીખી શકી છે. અને તેમણે સૌથી મોટું કામ કર્યું  છે. જેનો સંબધ સીધોજ પ્રગતિ – લડત -સંઘર્ષ સાથે છે. એમણે ગામની હિન્દુ- મુસ્લિમ બેય વર્ગ ની કેટલી બહેનોની એવી રીતે તૈયાર કરી છે જે કોઇપણ હાકલ પડતા તૈયાર થાય છે.

થોડા સમય પહેલા લતાબહેન સચદે આગેવાની હેઠળ KMVS (કચ્છ  મહિલા વિકાસ સંગઠન )ના કેટલાક બહેનો ઓરિસ્સા ગયા. હતા. હશીનાબહેન પણ એ ગ્રુપમાં સામેલ હતા. બન્યું એવું કે એ હજી ઓરિસ્સા પહોચ્ચાયા પણ ન હતા ને પાછળ એમના સગાભાઈનું  અવસાન થયું. સામાન્ય રીતે આવા કિસ્સામાં બહાર ગયેલ વ્યકિતને તરત જાણ કરી દેવાતી હોય છે. પણ એમના સમજદાર પરિવારે એમના ઓરિસ્સાના હેતુપૂર્વકના પ્રવાસની અગત્ત્યતા સમજી એમણે જાણ ન કરી. અને તે પણ ત્યાં સુધી કે કે તેઓ વળી આવ્યા, ઓરિસ્સાની વાતો હરખભેર ધર્મ સૌને કહી, પરિવાર સાથે આનંદ વહેચ્યો ! પણ આખરે તો એમના સગા ભાઈ ના મૃત્યુની ઘટના હતી. એમના પુત્રે એમને વાત કરી. તેઓ રડ્યા હૈયે માવતરે ગયા યોગાનુયોગે એવું બન્યું કે તેઓ બાવળા ગયા પછીથી મીટીંગ ગોઠવાઈ. ઓરિસ્સા ગયેલી બહેનોએ અન્ય બહેનો પાસે પોતાની વાત મુકવાની હતી. દરેકને ભાગે અલગ અલગ કાર્ય હતું. હશીનાબહેનનું કાર્ય એમના શિવાય બીજું કોઈ કરી શકે તેમ નહોતું. આ હિમતવાન બહેને અંગત લાગણીઓ પડખે રાખી, ભુજ આવ્યા સગાભાઇના મૃત્યુની હૈયામાં ધુટાવી વાત ભૂલી તેમણે સથાનિક બહેનો સાથે બેઠક કરી પોતાની નેઈતિક ફરજ નિભાવી. માણસ જો લોહીથી જ ફરજ નિષ્ઠ હોય તો જ આ સંભવી શકે !

અત્યારે હશીના બેન ગ્રામ પંચાયત ના સભ્ય છે. સાથે અંજાર મહિલા મંચના પ્રમુખ પણ છે. ભવિષ્યમાં સરપંચ પદે બેસી ગામ અને મહિલાઓના પ્રશ્ને નેતૃત્વ કરવાની ઈચ્છા રાખતા હશીનાબેનને જો તક મળશે તો જરૂર તેઓ સફળ હશે !

નોધ : આ વાર્તા કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા પ્રકાશિત પુસ્તક “રણભેરી” માંથી લેવામાં આવી છે. આથી અમો કચ્છ મહિલા વિકાસ સંગઠનના ખુબ ખુબ આભારી છીએ.

આપના મંતવ્યો આવકાર્ય છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Blog Stats

  • 2,790 hits
%d bloggers like this: